કોડબા, તા. સાગબારા, જી. નર્મદા 9106937102
લોગોશ્રી જન જતન સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટસ્થાપના: 2015

શાળા અને છાત્રાલય

શિક્ષણ અને સુરક્ષિત રહેઠાણનું એક સરનામું

સનાતન ધર્મ કન્યા શિક્ષા સદન
કન્યા શિક્ષણ

સનાતન ધર્મ કન્યા શિક્ષા સદન

કોડબા, તા. સાગબારા, જી. નર્મદા ખાતે સંસ્થા સંચાલિત કન્યા શાળા.

2021માં નવા શાળા ભવનના ઉદ્ઘાટન પછી વધુ દીકરીઓને ગુણવત્તાસભર શિક્ષણની તક મળી છે. હાલ શાળામાં 11 બહેનોનો સ્ટાફ કાર્યરત છે.

શ્રીમતી ગીરાબેન કન્યા છાત્રાલય

કોડબા ખાતેનું છાત્રાલય કન્યાઓને સુરક્ષિત ઘર, નિયમિત ભોજન અને સંભાળ આપે છે. 2023માં આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સહાયક સ્ટાફ: રસોડા માટે 3 બહેનો, 2 ગૃહમાતા, 2 વોચમેન અને 1 પટાવાળો.

ભોજનાલય

કન્યાઓની વધતી સંખ્યા સાથે ભોજનાલયની આવશ્યકતા ઊભી થઈ. દાતાઓના સહયોગથી ભોજનાલય 2025માં તૈયાર થઈ સંસ્થાને સોંપવામાં આવ્યું.

સુવિધા વિકાસમાં સહયોગ આપો

રમત-ગમત સાધનો, પ્રાર્થના સાધનો, લાઇટિંગ અને નિર્માણ કાર્યો માટે સહકાર આવકાર્ય છે.

સંપર્ક કરો