15 દીકરીઓથી 235 દીકરીઓ સુધી
2015 — સ્થાપના
શ્રી ગિરધરભાઈ આર. વસાવા, રૂકૈયાબેન એસ. વસાવા અને કિન્તાબેન એસ. ચૌધરીએ અનાથ, ગરીબ અને નિરાધાર આદિવાસી કન્યાઓ માટે સંસ્થાની શરૂઆત કરી.
2015–16 — પ્રથમ પગલાં
માત્ર 15 દીકરીઓ સાથે શરૂઆત થઈ. અતિ ઓછી સુવિધાઓ અને કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ શિક્ષણનો દીવો પ્રજ્વલિત રહ્યો.
2019 — રહેઠાણની સુવિધા
દાતાશ્રીના સહયોગથી 50 × 100 ફૂટનું પતરાવાળું ઘર બન્યું અને 55 જેટલી કન્યાઓને રહેવા અને ભણવાની તક મળી.
2021 — કન્યા શાળા
માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ અને કર્મયોગી પરિવારના સહયોગથી શાળાનું મકાન પૂર્ણ થયું અને 16 જૂન, 2021ના રોજ ઉદ્ઘાટન થયું.
2023–25 — છાત્રાલય અને ભોજનાલય
કન્યાઓની સંખ્યા વધતાં કન્યા છાત્રાલય ભવન અને ભોજનાલયનું નિર્માણ થયું. આજે 235 જેટલી કન્યાઓ અહીં રહીને અભ્યાસ કરે છે.
દ્રષ્ટિ
દરેક વંચિત કન્યાને સુરક્ષિત, સન્માનજનક અને શિક્ષણસભર જીવનની તક મળે તેવો સમાજ રચવાનો અમારો સંકલ્પ છે.
મિશન
શિક્ષણ, રહેઠાણ, પોષણ, સંસ્કાર અને માર્ગદર્શન દ્વારા કન્યાઓને આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનાવવા.
સંચાલન મંડળ
પ્રમુખ: ગિરધરભાઈ આર. વસાવા | મંત્રી: રૂકૈયાબેન એસ. વસાવા | સહયોગી મંત્રી: કિન્તાબેન એસ. ચૌધરી
